મનરેગા વિભાગના કર્મચારીઓ છેલ્લાં 6 માસથી પગારથી વંચિત
મનરેગા વિભાગના કર્મચારીઓ છેલ્લાં 6 માસથી પગારથી વંચિત
Published on: 30th May, 2026

શહેરા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં કાર્યરત કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પગાર ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું કે મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન, બાળકોનો અભ્યાસ, મેડિકલ ખર્ચ, ઘરખર્ચ અને લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે. ઉપરાંત વાર્ષિક પગાર વધારો પણ મળ્યો નથી. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો 1 જૂન સુધી બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે કામગીરીનો બહિષ્કાર કરશે.