સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાચા માલના ભાવ વધારાથી મંદી
સુરતના વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી ટાણે જ યાર્ન સહિતના કાચા માલમાં 50% ભાવવધારાને કારણે ગંભીર મંદી સર્જાઈ છે. તૈયાર કાપડના ભાવ ન મળતાં લૂમ્સ સંચાલકો માટે ઉત્પાદન ચાલુ રાખવું અશક્ય બન્યું છે. આ પરિસ્થિતિમાં 15થી 30 દિવસનું વેકેશન પાડવાની ફરજ પડતાં 75 હજારથી વધુ કારીગરોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે. બેંક લોનના હપ્તા અને રોકડની ખેંચ વેપારીઓને બેહાલ કરી રહી છે.
