એસ.પી. યુનિ.ના બાયોસાયન્સ વિભાગની પ્લેસમેન્ટમાં શાનદાર સિદ્ધિ, 29 વિદ્યાર્થીઓને નોકરી અને બે યુવતીઓને 3.10 લાખનું પેકેજ.
એસ.પી. યુનિ.ના બાયોસાયન્સ વિભાગની પ્લેસમેન્ટમાં શાનદાર સિદ્ધિ, 29 વિદ્યાર્થીઓને નોકરી અને બે યુવતીઓને 3.10 લાખનું પેકેજ.
Published on: 28th July, 2025

સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગે 2024-25 વર્ષમાં પ્લેસમેન્ટમાં શાનદાર સિદ્ધિ મેળવી છે. કેમ્પસ અને ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ ઈન્ટરવ્યૂમાં 29 વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે. વિભાગે ઈન્ટરવ્યૂ સ્કિલ્સ, કોમ્યુનિકેશન અને રિઝ્યુમ લખાણ માટે ટ્રેનિંગ સેમિનાર કર્યા હતા. MSc માઈક્રોબાયોલોજીની મુક્તિ ઠક્કરને સન ફાર્મામાં અને MSc બાયોકેમેસ્ટ્રીની દિયા ઝવેરીને ઝાયડસ રિસર્ચમાં 3.10 લાખનું પેકેજ મળ્યું છે.