ગુજરાતમાં ટ્રાફિક વચ્ચે વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધારો.
ગુજરાતમાં ટ્રાફિક વચ્ચે વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધારો.
Published on: 09th February, 2026

ગુજરાતમાં વાહનોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 70 %નો માતબર વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 1.67 કરોડ હતી, જે હવે વધીને 3.11 કરોડ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં નોંધાયેલા કુલ વાહનોમાં 75 ટકા હિસ્સો માત્ર ટુ-વ્હીલર્સનો છે. રાજ્ય પરિવહન વિભાગની માહિતી અનુસાર, વર્ષ 2024-25માં ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં 1.63 લાખ બસ, 49.54 લાખ કાર, 11 લાખ ઓટોરિક્ષા અને 2.47 કરોડ ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. વર્ષ 2000-01ના આંકડાઓ સાથે તુલના કરીએ તો, તે સમયે રાજ્યમાં માત્ર 48.10 લાખ વાહનો હતા.