ઉપલેટાના ઢાંક ગામના રહીશોને રાહત, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.
ઉપલેટાના ઢાંક ગામના રહીશોને રાહત, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.
Published on: 09th February, 2026

ઉપલેટાના ઢાંક ગામે દીપડાના ભયથી ગ્રામજનો ત્રસ્ત હતા. ખેડૂતો અને માલધારીઓ ભયભીત હતા. સ્થાનિકોની રજૂઆતો બાદ વન વિભાગે દીપડાને પકડવા જાળ બિછાવી. મેલડી માતાજીના મંદિર પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું, જેમાં શિકારની લાલચે દીપડો ફસાયો. ત્યારબાદ, ફોરેસ્ટ વિભાગની ટીમે દીપડાને જૂનાગઢ સક્કરબાગ ZOO ખાતે ખસેડવાની કાર્યવાહી કરી.