ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી: ભાવમાં 30 થી 40 ટકા સુધીનો વધારો થયો.
ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી: ભાવમાં 30 થી 40 ટકા સુધીનો વધારો થયો.
Published on: 08th February, 2026

ધ્રાંગધ્રામાં લાલ મરચાંની સિઝનમાં તેજીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. માવઠાથી મરચાંના પાકને નુકસાન થતાં પ્રતિ કિલો રૂ. 80 થી 400 સુધી ભાવ વધ્યા છે, જેનાથી બજારમાં મંદી આવી છે. ઉનાળાની શરૂઆત સાથે લોકો બારમાસી ખાદ્યપદાર્થો ભરવાની તૈયારી કરે છે, ત્યારે શહેરની ગૃહિણીઓ તેજાના, ગરમ મસાલા સહિત લાલ મરચું ખરીદવાની તૈયારી કરે છે. આ વખતે ભાવની તીખાશ રોવડાવશે.