પંચમહાલની હવેલી આંગણવાડીમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
પંચમહાલની હવેલી આંગણવાડીમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
Published on: 28th September, 2026

સેવા સંકલ્પ અભિયાન હેઠળ જાંબુઘોડા તાલુકાની હવેલી આંગણવાડી કેન્દ્ર પર આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ ઉપસ્થિત રહ્યા. આંગણવાડી અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા, નાના બાળકોને પાણીની બોટલ વિતરણ કરાયું. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરાયું.