કચ્છ ભોજાયમાં મેગા મેડિકલ રોગ શિબિરમાં 101 દર્દીઓએ લાભ લીધો અને 30 શસ્ત્રક્રિયા કરાઇ.
કચ્છ ભોજાયમાં મેગા મેડિકલ રોગ શિબિરમાં 101 દર્દીઓએ લાભ લીધો અને 30 શસ્ત્રક્રિયા કરાઇ.
Published on: 31st December, 2025

કચ્છ ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત 35મા નવનીત મેગા મેડિકલ કેમ્પમાં 101 મહિલાની તપાસણી ડો.બીરેન્દ્ર સિંઘે કરી. 30 મહિલાને ઓપરેશન માટે પાનબાઇ હોસ્પિટલમાં દાખલ કરાઈ. ડોક્ટરોની ટીમે સફળ ઓપરેશન કર્યા, જીવન જ્યોત બ્લડ બેંકે રક્તની આપૂર્તિ કરી. પેથોલોજીસ્ટ ગિરીશ છેડા અને તેમની ટીમે લોહીનું પરીક્ષણ કર્યું અને નવીન મારવાડાએ સંકલન કર્યું. આગામી કેમ્પ જાન્યુઆરીમાં યોજાશે. આ કેમ્પને ભારતીબેન શાહ પરિવારે પ્રાયોજિત કર્યો હતો.