મહીસાગરના યુવકો વડનગર-વારાણસી સેવા યાત્રામાં જોડાયા
મહીસાગરના યુવકો વડનગર-વારાણસી સેવા યાત્રામાં જોડાયા
Published on: 28th September, 2026

વડનગરથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતભરમાંથી 600થી વધુ સેવા યાત્રીઓ બાઇક દ્વારા વિવિધ રૂટ પરથી વારાણસી તરફ્ આગળ વધી રહ્યા છે. મહીસાગર જિલ્લામાંથી પણ આશરે 11 સેવા યાત્રીઓ આ અભિયાનમાં જોડાયા છે. હાલ સેવા યાત્રા રાજસ્થાનમાં આગળ વધી રહી છે. રૂટ નં. 4માં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પણ સેવા યાત્રી તરીકે જોડાયા છે. તેમણે વિવિધ ગામોની મુલાકાત લઈ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપી તથા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.