જામનગરમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન: ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તબીબોએ લોકોને માનસિક રોગ અને નશામુક્તિ અંગે માહિતી આપી.
જામનગરમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન: ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તબીબોએ લોકોને માનસિક રોગ અને નશામુક્તિ અંગે માહિતી આપી.
Published on: 28th July, 2025

જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ દ્વારા માનસિક રોગ અને નશા મુક્તિ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં લાખોટા તળાવ અને એસટી બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ લોકોને માનસિક રોગના ઉપચાર, લક્ષણો, ટેલીમાનસ હેલ્પલાઇન અને નશાબંધીના ફાયદા વિશે માહિતી આપવામાં આવી. ડોક્ટરો અને કર્મચારીઓએ પેમ્ફલેટનું વિતરણ કર્યું અને વહેલી તકે સારવાર કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા.