વડોદરાના ફતેગંજ બ્રિજ પર ચાર વાહનોની ટક્કર
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ચાર વાહનોની ટક્કર
Published on: 15th July, 2026

વડોદરાના ફતેગંજ બ્રિજ પર વારંવાર અકસ્માતો બનતા રહે છે, જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આજે વરસાદી વાતાવરણમાં એક બસચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ ચાર કાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. જેના કારણે બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસે વ્યવહાર પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કર્યો. અગાઉ પણ આ જ બ્રિજ પર આવા અકસ્માતો નોંધાયા છે.