ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં ધોધમાર વરસાદ
Published on: 12th August, 2026

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. પંચમહાલના શહેરા તાલુકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 ઓગસ્ટે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ફક્ત બે કલાકમાં 48 તાલુકામાં વરસાદ થયો, જેમાં નર્મદાના દેડિયાપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. મહીસાગરના કોઠંબા અને તાપીના નિઝરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.