દહેજ-ઘરેલુ હિંસાના કેસમાં હવે તારીખ પે તારીખ નહીં પડે!
ગુજરાત હાઇકોર્ટે દહેજ મૃત્યુ અને ઘરેલુ હિંસાના કેસોમાં ચાર્જશીટ બાદ આરોપ નક્કી કરવાની પ્રક્રિયા, સાક્ષીઓની જુબાની અને ઝડપી કેસ ચલાવવા માટે ખાસ ગાઇડલાઇન જારી કરી છે. આ પરિપત્રનો ઉદ્દેશ્ય કેસોમાં વિલંબ ઘટાડીને ભોગ બનનારને ઝડપી ન્યાય અપાવવાનો છે. આ ગાઇડલાઇન હેઠળ, 3 વર્ષથી વધુ સમયથી પડતર કેસોની સમીક્ષા કરી, સાક્ષીઓની જુબાની માટે કાર્યક્રમ તૈયાર કરી કેસનો ઝડપી નિકાલ કરવામાં આવશે.
