વડોદરામાં લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું
વડોદરામાં લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું
Published on: 26th April, 2026

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે. ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના આજે નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા.