જૂની અદાવતમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જૂની અદાવતના કારણે 28 વર્ષીય અરબાજ જમાન અયુબખાન બ્લોચ પર ચાર શખ્સોએ હુમલો કર્યો. આશરે પાંચ વર્ષ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને આરોપીઓએ યુવાનને ગાળો દઈ, ડાબી આંખ પાસે મુક્કો માર્યો અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો. સિટી બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
