ગુજરાતમાં સોલાર રૂફટોપ પર 90% સબસિડી
ગુજરાત સરકાર 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ સોલાર રૂફટોપ લગાવવા પર રાજ્યની વધારાની સબસિડી આપશે. આ નવી જોગવાઈ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય મળીને કુલ 90% સબસિડી મળશે. આનાથી સામાન્ય ગ્રાહકે માત્ર 10% અને SC/ST કેટેગરીના ગ્રાહકે 5% રકમ ચૂકવવાની રહેશે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને લાભ મળશે.
