પૂર્વ કોડીનાર MLA જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા દાના સોલંકીએ રાજકોટ ખાતે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ તેમને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા. સોલંકીએ ભાજપના સ્થાનિક નેતૃત્વ, ખાસ કરીને દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી પર 'ડોન' જેવી પ્રવૃત્તિઓ દ્વારા જનતાને પરેશાન કરવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે, વિસ્તારના લોકોની લાગણી અને ભલા માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.
