અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 કરોડના ડ્રગ્સનું અફઘાનિસ્તાન કનેક્શન ઝડપ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 કરોડ રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જે સીધો અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ દ્વારા ડ્રિંક એન્ડ રેઈઝનેટ્સના પેકેટમાં છુપાવીને દિલ્હીથી રાજકોટ મોકલાતો આ જથ્થો રાજકોટના અસ્લમ નામના માફિયાએ મંગાવ્યો હતો. ડ્રગ્સ ગુજરાતના અનેક શહેરોમાં સપ્લાય થવાનું હતું, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
