નવા નરોડાના વેપારીના રૂ.3.70 લાખ સાયબર ફ્રોડમાં ઉપડી ગયા
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ગેરેજ ચલાવતા વેપારી ધર્મેશકુમાર ગજેરાના મોબાઇલ હેક કરીને અજાણ્યા શખસે બેંક ખાતામાંથી કુલ રૂ.3.70 લાખ ઉપાડી લીધા છે. બીજી ઓક્ટોબરે બનેલી આ ઘટના અંગે વેપારીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી હતી, પરંતુ નાણાં હોલ્ડ ન થતાં કૃષ્ણનગર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
