સુરતના ભરીમાતા રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
સુરતના ભરીમાતા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ સામગ્રીને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાસ્થળે 11થી વધુ ફાયર ફાઇટર વાહનો અને મોટો કાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. આગનું કારણ હજુ અકબંધ છે.
