ધોળકામાં કોલેજના ગેટ પાસે ગટરના પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી
ધોળકામાં કોલેજના ગેટ પાસે ગટરના પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી
Published on: 10th October, 2026

ધોળકામાં શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજના મુખ્ય ગેટ પાસે ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડા-બગોદરા હાઈવે પર આવેલી આ કોલેજના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને બાજુના શાળાના ગેટનો ઉપયોગ કરવો પડે છે. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ધોળકા નગરપાલિકાને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ગંદકી, દુર્ગંધ અને શોર્ટસર્કિટનો ભય રહે છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા ગટરલાઈન સફાઈ અને પાણી નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.