અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
Published on: 10th August, 2026

અમદાવાદ નજીક ધોળકા શાખા નહેરમાં 90 મીટર લાંબુ ભંગાણ પડતાં તંત્ર દોડતું થયું છે. ભારે વરસાદ બાદ આ ઘટનાએ વિકાસના સરકારી દાવાઓની પોલ ખોલી દીધી છે. ખેડૂતોમાં નહેરોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નહેરો થોડા વરસાદમાં જ તૂટી પડવી એ ઈજનેરી ધોરણો અને સામગ્રીની ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ખરીફ સિઝનમાં સિંચાઈનું પાણી અટકી ન જાય.