વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
Published on: 10th August, 2026

વડોદરાના છાણીના દશરથ વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 15 લાખથી વધુની મતા ચોરી થયાનો બનાવ બન્યો છે. સુનિલભાઈ પટેલે પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે ફ્લેટના તાળા તૂટેલા અને તિજોરી ખાલી મળી આવી હતી. ચોરો અંદાજે 12 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને અઢી લાખ રોકડા લઈ ગયા હતા. છાણી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.