વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
Published on: 10th August, 2026

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડાએ ગ્રામજનોમાં ભયની લાગણી જગાવી છે. કરજણ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો મંદિર પાસે આંટા ફેરા મારી રહ્યો છે. જોકે, દીપડાએ અત્યાર સુધી કોઈના પર હુમલો કર્યો નથી. ગઈકાલે રાત્રે ફરીથી મંદિર નજીક દીપડો દેખાતા એક ગ્રામજને તેનો વિડીયો ઉતાર્યો હતો. રસ્તા પાસે બેઠેલો દીપડો ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો હતો. ગ્રામજનોને સતર્ક રહેવા અને ફોરેસ્ટ વિભાગને કાર્યવાહી કરવા માટે કહેવાયું છે.