દાહોદના સંજેલી શાળામાં વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષની ઉજવણી
દાહોદના સંજેલી શાળામાં વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષની ઉજવણી
Published on: 28th September, 2026

દાહોદ જિલ્લાના સંજેલી ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વિદ્યાભારતી દ્વારા 'એક ગીત, એક ભાવના, એક ભારત' સૂત્ર સાથે રાષ્ટ્રગીત વંદે માતરમ્ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી થઈ. તાલુકા વિકાસ અધિકારી ડી વી પરમાર, સંચાલક ડિમ્પલ દેસાઈ, એપીએમસી ચેરમેન સુરેન્દ્રસિંહ સોલંકી, પાર્ટી પ્રમુખ સુરેશ ચારેલ, રાજેશભાઈ ડામોર અને શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં વંદે માતરમ્ ગાન કર્યું. આ કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરનારો રહ્યો.