દહેગામમાં ડેરી વિવાદ: પશુપાલકોની હાલત કફોડી, મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનની નનામી કાઢી વિરોધ કર્યો
દહેગામમાં ડેરી વિવાદ: પશુપાલકોની હાલત કફોડી, મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનની નનામી કાઢી વિરોધ કર્યો
Published on: 12th March, 2026

ગાંધીનગરના દહેગામમાં ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેના વિવાદથી પશુપાલકોની સ્થિતિ ખરાબ થઈ છે. મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કરતાં રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનનું પૂતળું બાળી વિરોધ કર્યો. ભાવ ઓછા મળતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ છે. પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો, જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ વિવાદ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં રહેલો છે.