અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: SITની રચના, ફાયર-AMCની બાદબાકી ચર્ચાસ્પદ
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: SITની રચના, ફાયર-AMCની બાદબાકી ચર્ચાસ્પદ
Published on: 19th July, 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં નવ લોકોના મોત બાદ તંત્ર સક્રિય થયું છે. ઘટનાના 24 કલાકમાં જ ગેરકાયદે ફેક્ટરી તોડી પાડવામાં આવી અને અન્ય બે ફેક્ટરીઓ સીલ કરાઈ. આ કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે, પરંતુ તેમાં ફાયર વિભાગ અને AMCના અધિકારીઓને સામેલ ન કરાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. Police PI, ACP અને DCPને તપાસ સોંપાઈ છે, જ્યારે અન્ય વિભાગોને માત્ર સંકલન માટે કહેવાયું છે.