દાહોદના La Pino'z Pizza માંથી ઈયળ નીકળતા ફરિયાદ, નગરપાલિકાએ તપાસ શરૂ કરી.
દાહોદના La Pino'z Pizza માંથી ઈયળ નીકળતા ફરિયાદ, નગરપાલિકાએ તપાસ શરૂ કરી.
Published on: 31st December, 2025

દાહોદના La Pino'z Pizza માં પીઝામાંથી ઈયળ નીકળતા ખાદ્ય સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. ગ્રાહકે ફરિયાદ નોંધાવતા નગરપાલિકાએ નમૂના લીધા અને તપાસ શરૂ કરી છે. ઘટના બાદ દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ટીમે દુકાનમાં તપાસ હાથ ધરી શંકાસ્પદ પીઝાના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે. આવી ઘટનાઓ લોકોના આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.