ગુજરાતમાં 5100 કરોડ રૂપિયાનું સ્વચ્છતા કૌભાંડ
ગુજરાતમાં 5100 કરોડ રૂપિયાનું સ્વચ્છતા કૌભાંડ
Published on: 07th August, 2026

ગુજરાતમાં ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન હેઠળ 5100 કરોડ રૂપિયાથી વધુના ભંડોળમાં મોટું કૌભાંડ થયું છે. ભાસ્કરના 45 દિવસના તપાસમાં 14 જિલ્લાના 100 ગામોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અનેક ગામોમાં બનાવટી આંકડા, ખોટા ફોટોગ્રાફ અને કાગળ પરની કામગીરી દર્શાવી ભંડોળનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. વાસ્તવિક સ્થિતિ દર્શાવવા માટે, એક જ ટ્રેક્ટરને બે ગામોમાં કાર્યરત દર્શાવવા માટે સમાન ફોટાનો ઉપયોગ થયો છે, તેમજ જ્યાં સુવિધાઓ નથી ત્યાં અન્ય ગામોના બાંધકામના ફોટા અપલોડ કરાયા છે. મોટાભાગની ઈ-રિક્ષાઓ અને વાહનો બિનઉપયોગી હાલતમાં છે, અને કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થતું નથી.