મહેસાણા બાયપાસ બ્રિજ પર 8 જગ્યાએ એક્સપાન્શન જોઇન્ટ ઉખડ્યા
મહેસાણા બાયપાસ બ્રિજ પર 8 જગ્યાએ એક્સપાન્શન જોઇન્ટ ઉખડ્યા
Published on: 30th July, 2026

મહેસાણા બાયપાસ પર શિવાલા સર્કલથી પાંચોટ તરફનો 950 મીટર લાંબો ઓવરબ્રિજ માત્ર પોણા સાત વર્ષમાં જ બિસ્માર બની ગયો છે. બ્રિજના આઠ સ્થળોએ એક્સપાન્શન જોઇન્ટ્સ સંપૂર્ણપણે ઉખડી ગયા છે અને અનેક જગ્યાએ કોંક્રીટ તૂટવાથી લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. દરરોજ હજારો વાહનો પસાર થતાં હોવા છતાં કાયમી મરામત ન થતાં વાહનચાલકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટીને સોંપાયા બાદ યોગ્ય કાળજીના અભાવે સ્થિતિ વધુ વણસી છે.