ધ્રાંગધ્રામાં ભરવાડ સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારંભ: સુરા ભરવાડની 108મી જન્મ જયંતી નિમિત્તે 164 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનું સન્માન.
ધ્રાંગધ્રામાં ભરવાડ સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારંભ: સુરા ભરવાડની 108મી જન્મ જયંતી નિમિત્તે 164 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનું સન્માન.
Published on: 28th July, 2025

ધ્રાંગધ્રામાં ભરવાડ સમાજનો તાલુકા કક્ષાનો તૃતીય સન્માન સમારંભ યોજાયો. આ સમારોહ દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 108મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો. જેમાં 150 વિદ્યાર્થીઓ, સ્પોર્ટ્સ ખેલાડીઓ અને જાપાનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડૉ. રાજેશભાઈ ભરવાડ સહિત 164 ભાઈ-બહેનોનું સન્માન કરાયું. ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ બાબાભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતાં.