જામનગર નજીક લાખાબાવળમાં સ્કોર્પિયો-એસેસ ટક્કરમાં યુવાનને ગંભીર ઈજા
જામનગર નજીક લાખાબાવળ ગામ પાસે સેવન સિઝન્સ રિસોર્ટ પાસે સ્કોર્પિયો અને એક્સેસ મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો. રાત્રે 2:15 વાગ્યે ઘરે પરત ફરી રહેલા રામદેવસિંહને સામેથી આવતી સ્કોર્પિયો-એનના ચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારતાં જમણા પગ અને કમરમાં ગંભીર ઈજાઓ થઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
