જુનાગઢ મનપાના અધિકારીઓ રાયજીબાગમાં જ ઢોર પકડવા મંડી પડ્યા
જુનાગઢ મનપાના અધિકારીઓ રાયજીબાગમાં જ ઢોર પકડવા મંડી પડ્યા
Published on: 30th July, 2026

લાંબા સમયથી બંધ પડેલી ઢોર પકડવાની કામગીરી માત્ર રાયજીબાગ વિસ્તારમાં જ શરૂ કરાઈ છે, જ્યાં મનપાના ઉચ્ચ અધિકારીઓ રહે છે. બે દિવસમાં 15 જેટલા રખડતા ઢોર પકડાયા છે. આ દર્શાવે છે કે તંત્ર પાસે ક્ષમતા છે, પરંતુ તે માત્ર અધિકારીઓને ખુશ રાખવા પૂરતી સીમિત છે. શહેરના મુખ્ય વિસ્તારો જ્યાં ઢોરનો ત્રાસ છે અને અકસ્માતો થાય છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી. આ બેવડા માપદંડ પર આસી. કમિશનર વાજાએ જવાબ આપવાનું ટાળ્યું, જ્યારે ડો.વાણીયાએ મધુરમ વિસ્તારમાં કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું.