બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર
બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર
Published on: 08th September, 2026

IMD મુજબ, બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરના રોજ નવી લો પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સક્રિય થવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.