જામનગર-રાજકોટ હાઇવે પર કલાવડ નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર કલાવડ નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત
Published on: 08th September, 2026

કલાવડ તાલુકાના આણંદપર ગામ નજીક રાજકોટ-જામનગર હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે મોપેડને સફેદ કારચાલકે ટક્કર મારતાં મોપેડ પાછળ બેઠેલા 36 વર્ષીય મનોજભાઈ રાજારામ માજીને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. મૃતક મૂળ ઓડિશાના વતની અને આણંદપર ગામે મજૂરીકામ કરતા હતા. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પર ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.