મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા!
મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા!
Published on: 08th September, 2026

ઉમરગામ તાલુકાના ધનોલી ગામમાં 43 વર્ષીય શખ્સ 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી જતા ભારે દોડધામ મચી ગઇ. પોલીસ અને ફાયર વિભાગના લાશ્કરો તાત્કાલિક દોડી ગયા હતા. વીજપ્રવાહ બંધ કરી શખ્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયો હતો. માનસિક રીતે અસ્થિર જણાતો આ શખ્સ ગઇકાલે રાત્રે ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેની પત્નીએ તેના રૂ.50 કરોડ લઈ લીધા છે અને તેનો ભાઇ તેને મારવા માંગે છે, તેથી જીવ બચાવવા તે ટાવર પર ચઢી ગયો હતો.