અમરેલીના જાફરાબાદના વઢેરામાં ખેતરની જાળીમાં ફસાયેલ સિંહબાળનું દુઃખદ મોત
અમરેલીના જાફરાબાદના વઢેરામાં ખેતરની જાળીમાં ફસાયેલ સિંહબાળનું દુઃખદ મોત
Published on: 08th September, 2026

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક એક ખેતરમાંથી 2 થી 3 મહિનાના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. ખેતરમાં રક્ષણ માટે લગાવવામાં આવેલી જાળીમાં અકસ્માતે ફસાઈ જતાં ગળા પર દબાણ આવવાથી શ્વાસ રૂંધાતા તેનું કરૂણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સ્થળ તપાસના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.