ઉમરવાડામાં કચરાની ગાડીઓનો ટ્રાફિક જામ
ઉમરવાડામાં કચરાની ગાડીઓનો ટ્રાફિક જામ
Published on: 08th September, 2026

સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ડંકો વગાડતા ઉમરવાડામાં કચરાની ગાડીઓના ટ્રાફિક જામ અને દુર્ગંધનો ભયાવહ માહોલ સર્જાયો છે. વરાછા ઝોનના ડમ્પિંગ સ્ટેશન પર વહેલી સવારથી રાત સુધી કચરાથી ભરેલી ગાર્બેજ વાહનોની લાંબી કતારો જામે છે. આસપાસના રસ્તાઓ પર વેરાતા કચરા અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ, બોમ્બે માર્કેટ, ન્યુ બોમ્બે માર્કેટ, ગ્લોબલ માર્કેટ સહિત અનેક કાપડ માર્કેટોના વેપારીઓ અને મુલાકાતીઓ પરેશાન છે. શ્વાસ રૂંધાય તેવી સ્થિતિને કારણે હવે ડમ્પિંગ સ્ટેશનના તાત્કાલિક સ્થળાંતરની માંગ ઉગ્ર બની છે.