એક જ આંબા પર 14 કેરી જાતો!
એક જ આંબા પર 14 કેરી જાતો!
Published on: 19th May, 2026

અમરેલીના ધારી તાલુકાના દિતલા ગામે ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ અદભુત સિદ્ધિ મેળવી છે. તેમણે એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ પકવીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. ઘર આંગણે દેશી આંબા પર કલમ પદ્ધતિથી આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, ગુલાબિયો, સિંદુરિય, કાળો જમાદાર, સરદાર, આષાઢિયો સહિતની જાતો વિકસાવી છે. આ પ્રયાસ લુપ્ત થતી કેરીઓની જાતોને બચાવવા માટે પ્રેરણારૂપ છે.