રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ.
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ.
Published on: 19th May, 2026

રાજકોટના જંગ્લેશ્વર વિસ્તારમાં 15 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા દ્વારા ઓળખાણ વધારી મુખ્ય આરોપી ડેવિલે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અલગ-અલગ આરોપીઓએ હોટલ, ઘર અને ચાલતી કારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક આરોપીએ પોતે પોલીસ હોવાનું ખોટું કહી ધમકીઓ આપી હતી, જ્યારે અન્યોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેંગરેપ કર્યો હતો. ભક્તિનગર પોલીસે એક સગીરા સહિત કુલ 8 આરોપીઓ સામે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.