'વન નેશન-વન ઈલેક્શન': JPC ટીમનો ગુજરાત પ્રવાસ.
'વન નેશન-વન ઈલેક્શન' મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ટીમ ગુજરાત આવી રહી છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજ સહિત 39 સભ્યો ત્રણ દિવસીય પ્રવાસે છે. તેઓ મુખ્યમંત્રી, અધિકારીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે. ભાજપ સમર્થન કરે છે, કોંગ્રેસ ચિંતાઓ રજૂ કરશે. JPC અધ્યક્ષ પી.પી. ચૌધરી છે.
'વન નેશન-વન ઈલેક્શન': JPC ટીમનો ગુજરાત પ્રવાસ.
સાણંદ નજીક કલર કંપનીમાં ભીષણ આગ.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક હબ ગણાતા સાણંદમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી કલર બનાવ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
સાણંદ નજીક કલર કંપનીમાં ભીષણ આગ.
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ‘બડા મંગલ’ પ્રસંગે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મીડિયા દ્વારા સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન અંગે પૂછાયેલા સવાલનો તેમણે સીધો જવાબ ટાળ્યો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને દેશનો સૌથી મોટો મુદ્દો ગણાવ્યો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને PM મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મોંઘવારી અને ખોટી નીતિઓનો ફટકો સામાન્ય જનતા, મજૂરો અને નાના વેપારીઓને પડશે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ પર તેની અસર નહીં થાય.
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા!
અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી છે અને મોટાભાગના પંપોએ ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવી દીધા છે. ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવાના નિયમ હોવા છતાં માત્ર મર્યાદિત જથ્થો આપવામાં આવતા રોષ ફેલાયો છે. ખેતીની સીઝન દરમિયાન ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર અને કૃષિ સાધનોનું કામ પ્રભાવિત થઈ રહ્યું છે. લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે અને તંત્ર સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા!
પુતિન-જિનપિંગ મુલાકાત પહેલાં ચીનના જહાજ પર રશિયાનો હુમલો, ખળભળાટ!
પુતિન ચીનના પ્રવાસે બેઇજિંગ પહોંચે તે પહેલાં કાળા સમુદ્રમાં મોટો તણાવ સર્જાયો છે. યુક્રેનના ઓડેસા બંદર તરફ જઈ રહેલા બે નાગરિક જહાજો પર રશિયાએ ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં એક જહાજ ચીનની માલિકીનું હોવાનું સામે આવ્યું છે. યુક્રેનના અહેવાલ મુજબ રશિયાના ‘શાહેદ’ ડ્રોને ‘KSL ડેયાંગ’ કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું. હુમલામાં જહાજનો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે. યુક્રેન પર આક્રમણ બાદ રશિયા દ્વારા નાગરિક જહાજો પર સતત હુમલા થઈ રહ્યા છે, પરંતુ પુતિન અને જિનપિંગની બેઠક પહેલાં થયેલી આ ઘટના વૈશ્વિક સ્તરે ગંભીર માનવામાં આવી રહી છે.
પુતિન-જિનપિંગ મુલાકાત પહેલાં ચીનના જહાજ પર રશિયાનો હુમલો, ખળભળાટ!
'PM મોદી પ્રેસને જવાબ આપશે?', વિદેશી મીડિયાના સવાલ બાદ ભડક્યું વિદેશ મંત્રાલય.
PM મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેમાં યોજાયેલા પ્રેસ કાર્યક્રમ બાદ રાજકીય અને મીડિયા વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. કાર્યક્રમમાં મોદીએ નોર્વેના વડાપ્રધાન સાથે સંયુક્ત નિવેદન આપ્યું હતું, પરંતુ મીડિયાના સવાલો લીધા નહોતા. ત્યારબાદ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં નોર્વેની મહિલા પત્રકારે ભારતમાં માનવાધિકાર અને પ્રેસ સ્વતંત્રતા મુદ્દે તીખા સવાલો પૂછ્યા હતા. તેના જવાબમાં વિદેશ મંત્રાલયના પશ્ચિમી મામલાના સચિવ સિબી જ્યોર્જે કડક શબ્દોમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. મોદી હાલ પાંચ દેશોના યુરોપ પ્રવાસ પર છે, જેમાં નોર્વે તેમનો ચોથો પડાવ રહ્યો છે.
'PM મોદી પ્રેસને જવાબ આપશે?', વિદેશી મીડિયાના સવાલ બાદ ભડક્યું વિદેશ મંત્રાલય.
જજ વિરુદ્ધ પોસ્ટ્સ, AAP નેતાઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ.
દિલ્હી દારૂ નીતિ કેસમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ સામે હવે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત અભિયાનને ગંભીર ગણાવી દિલ્હી હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બેન્ચે તમામ નેતાઓને ચાર સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે. કોર્ટે સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પરની કથિત અપમાનજનક સામગ્રી સુરક્ષિત રાખવા પણ રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે.
જજ વિરુદ્ધ પોસ્ટ્સ, AAP નેતાઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ.
NEET પેપર લીક: NSUI કાર્યકરોની ગાંધીનગરમાં ઉપવાસ પહેલાં જ અટકાયત.
NEET Paper Leak કૌભાંડ સામે NSUI દ્વારા ગાંધીનગરમાં શાંતિપૂર્ણ ઉપવાસનું આયોજન હતું. પરંતુ, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે NSUIના મુખ્ય કાર્યકરોની વિરમગામ ખાતે અટકાયત કરી લીધી. કાયદો-વ્યવસ્થા જાળવવા અને આંદોલનને ઉગ્ર બનતું અટકાવવા આ પગલું લેવાયું. કાર્યકરોની અટકાયત થતાં અને પોલીસ દમનના ડરથી વાલીઓ પણ જોડાઈ શક્યા ન હોવાથી હાલ પૂરતું આંદોલન સ્થગિત કરાયું.
NEET પેપર લીક: NSUI કાર્યકરોની ગાંધીનગરમાં ઉપવાસ પહેલાં જ અટકાયત.
‘વિદેશ પ્રવાસનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર દિવસમાં બીજી વખત વધારો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ બોજ પડ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ભાવવધારાને જનતા વિરોધી ગણાવ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર સરકારને ‘મોંઘવારી મેન’ કહી નિશાન સાધ્યું, જ્યારે વિપક્ષે ચૂંટણી બાદ વસૂલાત વધારવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ ભાજપે વૈશ્વિક ઓઇલ કટોકટી અને યુદ્ધની પરિસ્થિતિને જવાબદાર ઠેરવી સરકારનો બચાવ કર્યો છે. વધતા ઇંધણ ભાવોને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો છે.
‘વિદેશ પ્રવાસનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ.
જામનગર ડિમોલિશન: આહિર સમાજ નંદુમાંના આશરા માટે મેદાને.
જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ એકજુથ થયો છે. વૃદ્ધ દંપતી નંદુબેન અને નારણભાઈ બેરા સાથે થયેલા અન્યાય સામે સમાજે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે 'નંદુમાંનો આશરો કાયમ રહેશે' તેવો સંકલ્પ કર્યો છે અને જમીન માલિકીનો દાવો કરી કાનૂની લડતની તૈયારી દર્શાવી છે. પ્રતિકાત્મક બાંધકામ દ્વારા એકતાનો સંદેશ અપાયો.
જામનગર ડિમોલિશન: આહિર સમાજ નંદુમાંના આશરા માટે મેદાને.
ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
અમદાવાદ-ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે. અગાઉ અમદાવાદથી દરરોજ બાવળા, ધોળકા, ધંધુકા થઈને ભાવનગર સુધી વોલ્વોની 12 રાઉન્ડ ટ્રિપનું સંચાલન કરાતું હતું. તેની જગ્યાએ હવે આ તમામ ટ્રિપ ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ કરી દેવાઈ છે. એટલે હવે ભાવનગરની તમામ વોલ્વો બસ ધોલેરા એક્સપ્રેસવે થઈને જશે. જેથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો અંતર ઘટી જતા ભાડામાં પણ 14 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 351 રૂપિયાના બદલે હવે મુસાફરોએ 337 રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવાનું રહેશે.
ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાના જ નેતાઓ પર ભડક્યા.
ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા દેડિયાપાડામાં પોતાની પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો પર જાહેરમાં આકરા થયા. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પર કાર્યકર્તાઓને ડરાવવાનો અને યોજનાઓ લોકો સુધી ન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'ચૈતર વસાવા ડરાવે એ બરાબર, પણ ભાજપના નેતાઓ કેમ ડરાવે છે?' આ વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાના જ નેતાઓ પર ભડક્યા.
અમદાવાદ જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ પ્રવાહમાં લાવવા માટે હાથ ધરાયેલ મહાસર્વે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કુલ 83 હજારથી વધુ બાળકોના સર્વેમાં અત્યાર સુધી 9432 બાળકોને ફરી શાળામાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે 26662 કેસોમાં વાલીઓએ બાળકોને શિક્ષણ આપવાનો ઇનકાર કર્યો છે, જે ચિંતાજનક બાબત છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ હજારો બાળકો અનટ્રેસેબલ અથવા સ્થળાંતરિત હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા વર્ષ 2025-26 માટે વિશેષ અભિયાન ચલાવી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને વધુ બાળકોને ફરી શાળામાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
શુભેન્દુ અધિકારી સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને દેશ બહાર મોકલવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. મતદાર યાદીમાંથી તેમની ઓળખ અને ડિલીશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. TMC શાસનમાં વસ્તી ગણતરીમાં થયેલા વિલંબ અંગે પણ ઉલ્લેખ કર્યો. વિપક્ષ અને બાંગ્લાદેશના તત્વો પર પ્રહારો કરતા સુરક્ષા પર ભાર મૂક્યો. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પણ કડક પગલાં લેવાશે, ચાર અગ્રણીઓ સામે કાનૂની તપાસના આદેશ. કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર.
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
રાજકોટના જાગનાથ પ્લોટમાં બે બાઇક અથડાયા, CCTVમાં ઘટના કેદ.
રાજકોટના જાગનાથ પ્લોટમાં ગઈકાલે બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ વાહનચાલકોને ઇજાઓ પહોંચી છે. રહીશોએ અકસ્માતો રોકવા સ્પીડ બ્રેકર મૂકવા મનપાને રજૂઆત કરી છે.
રાજકોટના જાગનાથ પ્લોટમાં બે બાઇક અથડાયા, CCTVમાં ઘટના કેદ.
ગરમી ઘટશે, તાપમાનમાં 2-3 ડીગ્રીનો ઘટાડો, અમદાવાદનો રેકોર્ડ તૂટ્યો.
ગુજરાતમાં ગરમીથી રાહત મળવાની આશા છે. આજથી તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમાં મે મહિનાની ગરમીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ નથી, પણ દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. અમદાવાદ 43.7°C સાથે સૌથી ગરમ રહ્યું.
ગરમી ઘટશે, તાપમાનમાં 2-3 ડીગ્રીનો ઘટાડો, અમદાવાદનો રેકોર્ડ તૂટ્યો.
મોરબી નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ.
મોરબી માળિયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે એલસીબી ટીમે દારૂ ભરેલી રિક્ષા ઝડપી પાડી. જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂ, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત. સમીરશા ઉર્ફે ટીનોની ધરપકડ, અવેશભાઈ અને સલીમભાઈના નામ પણ ખુલ્યા. ફરાર બે આરોપીઓને પકડવા તપાસ ચાલુ.
મોરબી નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ.
લિફ્ટ મેન્ટેનન્સમાં વીજ કરંટથી મો!
અટલાદરા, વડોદરામાં માધવનગર સોસાયટીના લિફ્ટ રૂમમાંથી યુવકનો ડી કમ્પોઝ મૃતદેહ મળ્યો. લિફ્ટ મેન્ટેનન્સ દરમિયાન વીજ કરંટ લાગતા મોત થયું. પરિવાર બે દિવસથી શોધતો હતો. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો. મૃતક વિજય અમરીશભાઈ સોલંકી, પરણિત અને બે સંતાનોના પિતા હતા. GEBની મદદથી ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરાવી કાર્યવાહી કરાઈ.
લિફ્ટ મેન્ટેનન્સમાં વીજ કરંટથી મો!
ડાંગના પૂર્વ પટ્ટીના વનવિસ્તારમાં ભયાનક આગ.
સુરતમાં સાઈદર્શન માર્કેટના વેપારીનું ઉઠમણું.
સુરતમાં સાઈદર્શન માર્કેટના વેપારી નિતેશ અગ્રવાલે દલાલો સાથે મળી 19 વેપારીઓ પાસેથી સાડી, એમ્બ્રોઇડરી, ડાયમંડ સ્ટોન વર્ક અને સિલાઈનો માલ પડાવી લીધો. તેણે 48.06 લાખનું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવી પેમેન્ટના વાયદા કર્યા. દુકાન બંધ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી રફુચક્કર થઈ જતા વેપારીઓના 1.41 કરોડ રૂપિયા સલવાયા. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં સાઈદર્શન માર્કેટના વેપારીનું ઉઠમણું.
જામનગર ડેન્ટલ કોલેજનું કરોડોના નાણાકીય કૌભાંડ.
જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે. એક કર્મચારીએ સરકારી નાણાં અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા. ડીન ડો. નયના પટેલની ફરિયાદ પર સીટી 'બી' ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. DYSP અને PI સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, શંકાસ્પદ કર્મચારીની પૂછપરછ અને બેંક સ્ટેટમેન્ટ્સ ચકાસવામાં આવી રહ્યા છે.
જામનગર ડેન્ટલ કોલેજનું કરોડોના નાણાકીય કૌભાંડ.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ભાવનગર LCBએ ડ્રોન કેમેરાની મદદથી મોતીતળાવ પાસે જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા. તેમની પાસેથી ₹36,700 રોકડ, mobile ફોન અને જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા. તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે સોંપાયા.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
ગુજરાતમાં ગરમીથી રાહત મળવાના સંકેત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા રાહત મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, અને આવતીકાલથી તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો પારો 42-43 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં સર્વાધિક 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેનાથી આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી શકે છે.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
10 મિનિટ બેસવાનું કહેતાં ગાડીના કાચ તોડ્યા.
પાટણ નગરપાલિકાની પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
પાટણ નગરપાલિકાએ ઐતિહાસિક પિતાંબર તળાવ ફરતે થયેલા 104 ગેરકાયદેસર દબાણોને ચોમાસા પૂર્વે 15 દિવસમાં હટાવવા નોટિસ ફટકારી છે. ગંદા પાણી અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્રએ કડક પગલાં લીધા છે. દબાણકર્તાઓએ 15 દિવસમાં સ્થળાંતર કરવું પડશે, અન્યથા બુલડોઝર ફેરવાશે.
પાટણ નગરપાલિકાની પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
અમદાવાદમાં વિધવા મહિલાને હેરાન કરનારને 2 વર્ષની કેદ.
છૂટાછેડા લીધેલ મહિલાને આરોપી સંજય વણોલ દ્વારા પીછો કરવા, ગંદા ઇશારા, શારીરિક સંબંધ માટે દબાણ, અને ઝઘડામાં છેડતી. આરોપીએ મહિલા અને તેની 10 વર્ષની પુત્રી પર એસિડ ફેંકવાની ધમકી આપી. વાસણા પોલીસ સ્ટેશનમાં IPC કલમો હેઠળ ગુનો નોંધાયો. મેટ્રો કોર્ટે 2 વર્ષની કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.
અમદાવાદમાં વિધવા મહિલાને હેરાન કરનારને 2 વર્ષની કેદ.
ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે. ચૂંટણીમાં ભાજપનો દબદબોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે.