ગિફ્ટ સિટી કૌભાંડ: ઉત્પલ પટેલના 6 કરોડ એડવાન્સ પગાર અને પત્નીના 50 લાખ પગારના ચોંકાવનારા ખુલાસા.
ગિફ્ટ સિટી કૌભાંડ: ઉત્પલ પટેલના 6 કરોડ એડવાન્સ પગાર અને પત્નીના 50 લાખ પગારના ચોંકાવનારા ખુલાસા.
Published on: 26th May, 2026

ગિફ્ટ સિટીના નામે 400 કરોડ રૂપિયાનું ડેટા સેન્ટર કૌભાંડ ચર્ચામાં છે, જેમાં માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલને પોલીસ શોધી રહી છે. ઉત્પલના બહેન અને બનેવીએ ખુલાસો કર્યો છે કે ઉત્પલે સંતાનોને અંધારામાં રાખીને છેતર્યા છે. ઉત્પલે પોતાની બે અલગ-અલગ કંપનીમાં ભત્રીજા-ભત્રીજીને પાર્ટનર અને ડિરેક્ટર બનાવ્યા હતા. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્પલ પટેલ અને તેની પત્ની ભૂમિ પટેલે પોતાની કંપનીઓમાંથી અધધ એડવાન્સ પગાર લીધો હતો. ઉત્પલ પટેલે 6 કરોડ અને પત્ની ભૂમિ પટેલે 2 કરોડ રૂપિયા એડવાન્સ પગાર પેટે ઉપાડી લીધા હતા.