કાંકરિયા ઝૂમાં 'વિઝન ઓવર કાંકરિયા' હેઠળ બર્ડ વોચિંગ પ્રોગ્રામ
કાંકરિયા ઝૂમાં 'વિઝન ઓવર કાંકરિયા' હેઠળ બર્ડ વોચિંગ પ્રોગ્રામ
Published on: 10th October, 2026

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 'વિઝન ઓવર કાંકરિયા' હેઠળ બર્ડ વોચિંગ અને એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ માટે પ્રતિ બાયનોક્યુલર રૂપિયા 50 ભાડું નક્કી કરાયું છે, જોકે રજિસ્ટ્રેશન ફી હજી મંજૂર થઈ નથી. સ્થળ પર પ્રતિ વ્યક્તિ રૂપિયા 30 ફી વસૂલવાનો પ્રસ્તાવ આગામી કમિટીમાં રજૂ કરાશે. આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓને પક્ષીઓની ઓળખ, માળાં અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો છે. કાર્યક્રમ માટે બાયનોક્યુલર સહિતના સાધનો પાછળ રૂપિયા 1 લાખનો ખર્ચ કરાશે.