વલસાડ તાલુકાના અતુલ હાઈવે પર ડમ્પરની અડફેટે રાહદારીનું મોત
વલસાડ તાલુકાના અતુલ હાઈવે પર ડમ્પરની અડફેટે રાહદારીનું મોત
Published on: 03rd June, 2026

વલસાડ તાલુકાના અતુલ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર મંગળવારે રાત્રે એક રાહદારી ને મુંબઈ તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરાઈ છે.