અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી?
અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી?
Published on: 18th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) રોડની ફરિયાદોના નિરાકરણ માટે નવી AI આધારિત સ્માર્ટ રોડ મેઇન્ટેનન્સ સિસ્ટમ લાવશે. ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થનારી આ સિસ્ટમમાં, નાગરિકોએ રોડના ખાડા, ભુવા કે ફૂટપાથની સમસ્યાનો માત્ર ફોટો 'AMC સેવા એપ' અથવા 'CCRS એપ' પર અપલોડ કરવાનો રહેશે. GPS લોકેશનના આધારે સિસ્ટમ આપમેળે સ્થળ ઓળખી ફરિયાદ યોગ્ય અધિકારીને મોકલશે. AI ફરિયાદનું વર્ગીકરણ પણ કરશે અને ડુપ્લિકેટ ફરિયાદો ઘટાડશે. ફરિયાદ નોંધાવવાથી લઈને નિરાકરણ સુધીની અપડેટ્સ વોટ્સએપ પર મળશે.