લોકમેળામાં ચકડોળ સંચાલકોની બેદરકારી
લોકમેળામાં ચકડોળ સંચાલકોની બેદરકારી
Published on: 03rd September, 2026

પોરબંદર લોકમેળામાં ચકડોળ અને રાઈડ્સના સંચાલકો દ્વારા કમિટીના સૂચનોનું પાલન ન કરતા મજૂરી મળવામાં વિલંબ થયો છે. છઠ્ઠની સાંજ સુધીમાં એકપણ ચકડોળનો ફિટનેસ રિપોર્ટ પ્રાંત કચેરીમાં રજૂ થયો નથી. સુરક્ષાને સર્વોપરી રાખીને વહીવટી તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી છે, પરંતુ સંચાલકોની ઉદાસીનતાને કારણે સાતમના દિવસે પણ રાઈડ્સ શરૂ કરવી મુશ્કેલ બની શકે છે. ટીમે મશીનરી અને ફિટનેસમાં ગંભીર ક્ષતિઓ શોધી કાઢી હતી અને તાત્કાલિક સુધારાના આદેશ આપ્યા હતા.