સુરત સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી મળ્યો મરેલો વંદો
સુરત સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી મળ્યો મરેલો વંદો
Published on: 03rd September, 2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તાનો મુદ્દો ફરી ઉઠ્યો છે. જમવાની થાળીમાંથી મરેલો વંદો મળી આવતાં વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. સતત વાસી અને ગંદુ ભોજન પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ ધરણા શરૂ કર્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થી નેતાઓએ મેસ સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે, નહીં તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.