વઢવાણ ગણપતિ ફાટક અને ડેરી પુલ પર ટ્રાફિક અને પશુઓના ત્રાસથી લોકોને ભારે હાલાકી
વઢવાણ ગણપતિ ફાટક અને ડેરી પુલ પર ટ્રાફિક અને પશુઓના ત્રાસથી લોકોને ભારે હાલાકી
Published on: 03rd September, 2026

વઢવાણ ગણપતિ ફાટસર ચાર રસ્તા પર સતત ટ્રાફિક જામની સમસ્યા વકરતી જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બની છે જ્યારે ફાટક સામે જ આવેલા ડેરીના પુલ પર રખડતા પશુઓનો અડિંગો જમાવવાનો ત્રાસ વધ્યો છે. દરરોજ 22 ટ્રેનો પસાર થતી હોવા છતાં, અંડરબ્રિજનું કામ 8 વર્ષથી અટકેલું પડ્યું છે, જેના કારણે લોકો ટ્રાફિકની સમસ્યા અને પશુઓના ત્રાસ બંનેથી પીડાઈ રહ્યા છે.