તળાવમાં નાહવા ગયેલા બે સગાભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત
તળાવમાં નાહવા ગયેલા બે સગાભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત
Published on: 03rd September, 2026

અમરેલી તાલુકાના પીપળલગ ગામે નાહવા ગયેલા બે સગા ભાઈઓ, સંજયભાઈ કાળુભાઈ ભાસ્કર (ઉ.વ.12) અને પ્રિન્સભાઈ કાળુભાઈ ભાસ્કર (ઉ.વ.10), તળાવમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. માતા-પિતા મજુરીએ ગયા હતા તે દરમિયાન આ દુ:ખદ ઘટના બની. ફાયર બ્રિગેડની ટીમે 30 મિનિટની શોધખોળ બાદ બંનેના મૃતદેહ શોધી કાઢ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા. આ ઘટનાથી ગામમાં શોક છવાયો હતો.