સુરેન્દ્રનગરમાં લોકમેળાની પરવાનગી પહેલાં જ ઉદ્ઘાટન
સુરેન્દ્રનગરમાં લોકમેળાની પરવાનગી પહેલાં જ ઉદ્ઘાટન
Published on: 03rd September, 2026

સુરેન્દ્રનગર શહેરમાં આયોજિત લોકમેળામાં સુરક્ષા નિયમો અને સરકારી મંજૂરીઓની અવગણના જોવા મળી. વઢવાણ ધરોહર લોકમેળો અને સુરેન્દ્રનગર મેળાનું મેદાન ખાતેના વિરાસત લોકમેળા કાયદેસરની મંજૂરી મળ્યા પહેલાં જ ખુલ્લા મૂકી દેવાયા હતા. વઢવાણ ધરોહર લોકમેળાનું ઉદ્ઘાટન સવારે 10 વાગ્યે થયું, જ્યારે તેની પ્રાંતની મંજૂરી બપોરે 3 વાગ્યે મળી. તેવી જ રીતે, વિરાસત લોકમેળાનું ઉદ્ઘાટન સાંજે 6 વાગ્યે થયું, પરંતુ પોલીસ વિભાગનો અભિપ્રાય સાંજે 4:45 વાગ્યા સુધી હોલ્ડ પર રહ્યો હતો.